Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સાફલ્ય ગાથા_PMJAY

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) જીવનમાં આશાનું કિરણ

પાટણShare on WhatsApp
સાફલ્ય ગાથા_PMJAY
Download image

સાફલ્ય ગાથા_PMJAY

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) જીવનમાં આશાનું કિરણ

PM-JAYથી વિનોદકુમારને હૃદયની નિઃશુલ્ક સારવાર, સફળ ઓપરેશનથી મળ્યું નવજીવન

પાટણના વિનોદકુમાર કરલીયાને બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં PM-JAY યોજના હેઠળ સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર

માહિતી બ્યુરો, પાટણ

તા. ૩૦/૦૯/૨૦૨૬

સમાચાર સંખ્યા: ૬૪૦/૮૦

પાટણ જિલ્લાના જલચોક, દુખવાડા વિસ્તારમાં રહેતા શ્રી વિનોદકુમાર શંકરલાલ કરલીયા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) જીવનમાં આશાનું કિરણ બની છે. હૃદય સંબંધિત સારવારની જરૂરિયાત ઊભી થતાં તેમને PM-JAY યોજના હેઠળ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો.

યોજના હેઠળ વિનોદકુમારનું જરૂરી ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. સારવાર દરમિયાન તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા મળેલી યોગ્ય સારવાર, માર્ગદર્શન અને કાળજીથી તેઓ આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

વિનોદકુમાર જણાવે છે કે, “PM-JAY યોજના હેઠળ મને હૃદયની સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક મળી છે. બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખૂબ સારી સારવાર અને વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું ઓપરેશન સફળ રહ્યું અને આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરેલી આ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. ખર્ચની ચિંતા વિના મને સારવાર મળી શકી અને મારું જીવન ફરી સ્વસ્થ બન્યું. આ માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

PM-JAY જેવી આરોગ્યલક્ષી યોજનાઓના કારણે આર્થિક રીતે નબળા પરિવારોને ગંભીર બીમારીઓની સારવાર માટે આર્થિક ભાર વિના ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા મળી રહી છે. વિનોદકુમારની સફળ સારવાર તેની જ એક પ્રેરણાદાયી સાબિતી છે.

**************