Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે

જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ એ નર્સ કુ. શિલ્પાબેન બારૈયાની કામગીરી બિરદાવી

ભાવનગરShare on WhatsApp
આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે
Download image

૧૨ મે એટલે “આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે”, દરેક હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા માટે ડોક્ટરની સહાયક તરીકે નર્સ (મેઈલ/ફિમેલ) હોય છે. ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે તો નર્સ પણ એમની શ્રેષ્ઠ કામગીરી થકી એ બિરુદ ને યથાર્થ કરે છે ત્યારે આજે ૧૨ મે ના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કામગીરી કરતાં નર્સ કુ. શિલ્પાબેન બારૈયાની કામગીરી બિરદાવી હતી.

ભાવનગર ખાતે ત્યજી દેવાયેલ બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવા માટે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ એ સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગત ફેબ્રુઆરી માસમાં એક મહિલાએ ગાયનેક વિભાગમાં બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં બાળકને ત્યજી ફરાર થઇ ગઇ હતી તો ૭૯ દિવસ સુધી બાળકની સારસંભાળ લેનાર નર્સ કુ. શિલ્પાબેન બારૈયા ની કામગીરીને બિરદાવી હતી તેમજ આજરોજ તેનું સન્માન કર્યું હતું. આમ, “આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે” નિમિતે કુ. શિલ્પાબેન બારૈયા નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નર્સ કુ. શિલ્પાબેન બારૈયા દ્વારા બાળકનું નામ રાખેલ એ નામ પર કલેકટરશ્રી દ્વારા મહોર મારીને નામ જાહેર કરાવવામાં આવ્યું હતું. કુ. શિલ્પાબેન બારૈયા છેલ્લા ત્રણ વર્ષથી સર ટી. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર નર્સ તરીકે ફરજ બજાવે છે.

બ્લડ ડોનેશન કેમ્પ

આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે 75 થી 100 બોટલ નો ટાર્ગેટ હતો તેમાં દરેક નર્સિંગ સ્ટાફ તેમજ આરએમઓશ્રી અને તબીબી અધિક્ષકશ્રી દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવેલ હતું.