Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સ્વદેશી મેળો બન્યો પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ અને આર્થિક સશક્તિકરણનું માધ્યમ

પાટણ જિલ્લાના કુકરાણા ગામનાં નીલમબેન પટેલ ગાય આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભરતાની દિશામાં અગ્રેસર

પાટણShare on WhatsApp
સ્વદેશી મેળો બન્યો પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ અને આર્થિક સશક્તિકરણનું માધ્યમ
Download image

સ્વદેશી મેળો બન્યો પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ અને આર્થિક સશક્તિકરણનું માધ્યમ

પાટણ જિલ્લાના કુકરાણા ગામનાં નીલમબેન પટેલ ગાય આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભરતાની દિશામાં અગ્રેસર

માહિતી બ્યુરો, પાટણ

તા. ૨૬/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા: ૭૦૬/૬૨

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વદેશી મેળો સ્થાનિક ઉત્પાદકો, સ્વરોજગાર સાથે સંકળાયેલા પરિવારો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પોતાની ચીજવસ્તુઓને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. આ મેળામાં પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામનાં નીલમબેન અરવિંદભાઈ પટેલ પોતાના ‘હરિતત્વ પ્રાકૃત સ્ટોર’ના માધ્યમથી ગાય આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કઠોળનું વેચાણ કરી રહ્યા છે.

નીલમબેન પટેલે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા સ્વદેશી મેળામાં આમંત્રણ આપી સ્ટોલ ફાળવવામાં આવતાં તેમને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સારી તક મળી છે. આ પહેલથી તેમના ઉત્પાદનો વધુમાં વધુ લોકો સુધી પહોંચશે અને આર્થિક સશક્તિકરણની દિશામાં પણ લાભ થશે તેવી આશા છે.

નીલમબેનના જણાવ્યા અનુસાર, તેમના સ્ટોરમાં ઉપલબ્ધ ગાય આધારિત ઉત્પાદનો તેઓ પ્રાકૃતિક અભિગમ સાથે તૈયાર કરે છે. જ્યારે કઠોળનું ઉત્પાદન તેમના પોતાના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત અને પ્રાકૃતિક ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે તેઓ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે.

સ્વદેશી મેળામાં મળેલી તક અંગે સંતોષ વ્યક્ત કરતાં નીલમબેને જણાવ્યું હતું કે, આવા મેળાઓ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમના ઉત્પાદનોના વેચાણ માટે બજાર પૂરું પાડવામાં મદદરૂપ બને છે. સરકારશ્રીના સહયોગથી મળેલી આ તક તેમના વ્યવસાયને આગળ વધારવામાં અને વધુ લોકો સુધી પ્રાકૃતિક ઉત્પાદનો પહોંચાડવામાં ઉપયોગી સાબિત થશે.

આમ, સ્વદેશી મેળો સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા, સ્વદેશી વસ્તુઓના ઉપયોગને વેગ આપવા અને નાના વ્યવસાયોને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. નીલમબેન પટેલનો પ્રયાસ પ્રાકૃતિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર અને સ્થાનિક સ્તરે સ્વરોજગારની તકો ઊભી કરવાની દિશામાં પ્રેરણારૂપ બની રહ્યો છે.