Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સાફલ્ય ગાથા

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

પાટણShare on WhatsApp
સાફલ્ય ગાથા
Download image

સાફલ્ય ગાથા

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

પોતાની આગવી મહેનત અને કુદરતી સામગ્રીના ઉપયોગથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યાં છે

માહિતી બ્યુરો, પાટણ

તા. ૨૪/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા:૭૦૩/૫૯

ગુજરાત સરકારના NULM અંતર્ગત પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા સ્વદેશી મેળામાં સ્વરોજગારી કરતી મહિલાઓને પોતાની બનાવટની વસ્તુઓ રજૂ કરવા અને વેચાણ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે. આ મેળામાં ભાગ લેનાર સ્મિતાબેન હાર્દિકભાઈ મિસ્ત્રી પોતે જ વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીને સ્વરોજગારીની દિશામાં આગળ વધી રહ્યાં છે.

સ્મિતાબેન મિસ્ત્રી ઘી-બાતી, મીણબત્તી, સાબુ, શેમ્પૂ, ફેસવોશ સહિતની વિવિધ પ્રોડક્ટ્સનું જાતે જ ઉત્પાદન કરે છે. તેઓ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પોતાની દેખરેખ હેઠળ આ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. પોતાની મહેનત, કૌશલ્ય અને સર્જનાત્મકતાના આધારે તેઓ સ્વરોજગારીનું કાર્ય આગળ ધપાવી રહ્યાં છે.

સ્વદેશી મેળામાં મળેલી તક અંગે સ્મિતાબેન મિસ્ત્રીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મેળામાં ભાગ લેવાની તક મળવાથી અમને અમારી બનાવટની વસ્તુઓ લોકો સુધી પહોંચાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે. સરકારશ્રી અને NULM દ્વારા મળેલી આ તક અમારા માટે પ્રોત્સાહનરૂપ છે. આ પ્રકારના મેળા સ્વરોજગારી કરતી મહિલાઓને પોતાનું કાર્ય આગળ વધારવા માટે નવું પ્રોત્સાહન અને એક મહત્વપૂર્ણ પગથિયું પૂરું પાડે છે.

તેમણે આ તક પૂરી પાડવા બદલ સરકારશ્રી, આયોજકો અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સ્વદેશી મેળા જેવા આયોજનો સ્થાનિક કારીગરો અને સ્વરોજગારી સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા અને ઉત્પાદનોને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યાં છે.