દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો આધારસ્તંભ એટલે વ્હાલી દીકરી યોજના
સરકારની વ્હાલી દીકરી યોજના થકી મારી દીકરીના સપનાઓને મળશે નવી દિશા : લાભાર્થી શ્રી ભરતભાઈ કનારા
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમનું શિક્ષણ ચાલુ રાખવા અને બાળલગ્ન અટકાવવાના હેતુથી અમલમાં મૂકવામાં આવી છે. યોજના ૨ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફોટ ગામના રહેવાસી અને યોજનાના લાભાર્થી કનારા ભરતભાઈએ જણાવ્યું હતું કે, “મેં મારી દીકરી માટે વ્હાલી દીકરી યોજનામાં ફોર્મ ભર્યું છે. ગુજરાત સરકાર દ્વારા દીકરીના ધોરણ-૧માં પ્રવેશ સમયે રૂ. ૦૪ હજાર, ધોરણ-૯માં પ્રવેશ સમયે રૂ. ૦૬ હજાર અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂ. એક લાખની સહાય આપવામાં આવે છે. આ સહાય દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ માટે હું સરકારશ્રીનો આભાર માનું છું.
વ્હાલી દીકરી યોજના’ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ દીકરીને શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવી તેને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના સરકારના સંકલ્પને પણ પ્રતિબિંબિત કરે છે. આવી લોકકલ્યાણકારી યોજનાઓના પરિણામે દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને ભવિષ્ય સુધી પરિવારને સરકારી સહયોગ મળી રહ્યો છે.

