સહકારી મંડળીઓથી લઈને પાયાના ગ્રાહકો સુધી પહોંચ્યા વિકાસના લાભ : રબારી વિષ્ણુભાઈ
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યોની પ્રશંસા
પ્રધાનમંત્રીશ્રીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં લાભાર્થી શ્રી રબારી વિષ્ણુભાઈ મોહનભાઈએ પોતાના પ્રતિભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યોની પ્રશંસા કરી હતી.
શ્રી રબારીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક અને લોકહિતકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. વિવિધ યોજનાઓ અને પહેલોના કારણે સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
તેમણે ખાસ કરીને સહકારી ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે સહકારી મંડળીઓ તેમજ પાયાના ગ્રાહકો સુધી અનેક લાભો પહોંચ્યા છે. સહકારી માળખાને સશક્ત બનાવવાના પગલાંઓથી ગ્રામ્ય અને આર્થિક વિકાસને નવી દિશા મળી છે.
શ્રી રબારી વિષ્ણુભાઈ મોહનભાઈએ જણાવ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસ અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યો બદલ તેઓ પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં પણ જનહિત અને વિકાસના આવા પ્રયાસો સતત આગળ વધતા રહેશે.

