Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

પ્રગતિ પથ યાત્રા અંતર્ગત પાટણ સાયન્સ સેન્ટરની મુલાકાત

વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્યતન આયામોથી મહાનુભાવો થયા પરિચિત

પાટણShare on WhatsApp
પ્રગતિ પથ યાત્રા અંતર્ગત પાટણ સાયન્સ સેન્ટરની મુલાકાત
Download image

રાજ્ય સરકાર દ્વારા આયોજિત “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત યોજાયેલી પ્રગતિ પથ યાત્રા દરમિયાન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણની મુલાકાત લેવામાં આવી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રોટરી ક્લબ પાટણના ડૉ. બાબુભાઈ કે. પ્રજાપતિ સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો, જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન સાયન્સ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કેન્દ્રની સ્થાપના, ઉદ્દેશ્યો તથા વિજ્ઞાનના લોકપ્રિયકરણ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ સેન્ટરમાં ઉપલબ્ધ અદ્યતન વૈજ્ઞાનિક પ્રદર્શન, પ્રયોગાત્મક ગેલેરીઓ, નવીન ટેક્નોલોજી આધારિત સુવિધાઓ અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓથી પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા.

આ અવસરે પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન **શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે યોજાયેલી પ્રગતિ પથ યાત્રા વિકાસ અને જનકલ્યાણના કાર્યોને નજીકથી જાણવાની ઉત્તમ તક પૂરી પાડે છે. પાટણ સાયન્સ સેન્ટરમાં ઉપલબ્ધ અદ્યતન વૈજ્ઞાનિક સુવિધાઓ રાજ્ય અને દેશની પ્રગતિમાં વિજ્ઞાન તથા ટેકનોલોજીના વધતા મહત્વને ઉજાગર કરે છે.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ મુલાકાત દ્વારા પાટણ જિલ્લાની વિકાસયાત્રામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વપૂર્ણ યોગદાનને પ્રકાશિત કરવાની તક મળી છે. સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક ચેતના, જિજ્ઞાસા અને નવીનતા પ્રત્યેનો રસ વધારવા માટે સતત કાર્યરત છે. રાજ્યમાં વિકસાવવામાં આવેલી આધુનિક વૈજ્ઞાનિક સુવિધાઓ અંગે જનજાગૃતિ લાવવામાં પણ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

પ્રગતિ પથ યાત્રા અંતર્ગત યોજાયેલી આ મુલાકાતે વિકાસ, વિજ્ઞાન અને નવીનતાના સમન્વયને ઉજાગર કરી વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત@2047ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.