Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

લોકશાહીના સજાગ પ્રહરી: ૭૮ વર્ષીય યશવંતરાય દેસાઇનો મતાધિકાર પ્રત્યેનો અજોડ ઉત્સાહ

ભાવનગરShare on WhatsApp
લોકશાહીના સજાગ પ્રહરી: ૭૮ વર્ષીય યશવંતરાય દેસાઇનો મતાધિકાર પ્રત્યેનો અજોડ ઉત્સાહ
Download image

લોકશાહીનો પાયો તેના નાગરિકોના મતાધિકાર પર ટકેલો છે. લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીની આવે ત્યારે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ભાવનગરના વતની શ્રી યશવંતરાય રણછોડલાલ દેસાઇનો સામે આવ્યો છે.
 
શ્રી યશવંતરાય ૭૮ વર્ષના વરિષ્ઠ નાગરિક છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો શારીરિક નબળાઈ કે સ્વાસ્થ્યના પ્રશ્નોને કારણે ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય તેમના નાગરિક ધર્મ આડે ક્યારેય આવ્યું નથી. લોકશાહી ત્યારે જ મજબૂત બને છે જ્યારે દરેક નાગરિક જાગૃત બને. યશવંતરાય દેસાઇ એ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય અને દેશ પ્રત્યે પ્રેમ હોય, તો વધતી ઉંમર કે બીમારી ક્યારેય તમારી ફરજમાં આડે આવતી નથી.