Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ભાવનગરના યશવી ભટ્ટી એ પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી

ભાવનગરShare on WhatsApp
ભાવનગરના યશવી ભટ્ટી એ પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી
Download image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઇ રહ્યું છે. આ મતદાન પ્રક્રિયામાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે ત્યારે ભાવનગરના યશવી કિરીટભાઈ ભટ્ટી એ પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી હતી. 

આ તકે યશવી ભટ્ટીએ મતદાન કર્યા અંગેની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં આજે પ્રથમ વાર મતદાન કર્યું છે, જેનો મને ખૂબ જ ઉત્સાહ છે. દરેક મતદારોએ પોતાના મતદાન મથકમાં જઈ મતદાન કરવું જોઈએ અને આ લોકશાહીના પર્વમાં દરેકે પોતાની ભાગીદારી નોંધાવવી જોઈએ. આ ઉપરાંત યશવી ભટ્ટીએ એ દરેક મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.