Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ભાવનગર જિલ્લાના ગોપનાથ વિસ્તારમાં માછીમાર પરસોત્તમભાઈ વાઘેલાએ “પહેલા મતદાન, પછી કામ”નો આદર્શ રજૂ કર્યો

ભાવનગરShare on WhatsApp
ભાવનગર જિલ્લાના ગોપનાથ વિસ્તારમાં માછીમાર પરસોત્તમભાઈ વાઘેલાએ “પહેલા મતદાન, પછી કામ”નો આદર્શ રજૂ કર્યો
Download image

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નાગરિકો લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.

તળાજા તાલુકાના ગોપનાથ દીવાદાંડી વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી પરસોત્તમભાઈ મંગાભાઈ વાઘેલાએ પોતાના રોજગાર કાર્ય પર જતાં પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી હતી. તેઓ માછીમારી માટે દરિયામાં જતાં પહેલાં શ્રી શિવમ વિદ્યાલય, ગોપનાથ ખાતે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.

શ્રી વાઘેલાના આ પ્રેરણાદાયી પગલાએ “પહેલા મતદાન, પછી કામ”નો સશક્ત સંદેશ આપ્યો હતો. રોજિંદા વ્યવસાય અને જવાબદારીઓ વચ્ચે પણ મતદાનને પ્રથમ સ્થાન આપીને તેમણે અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.