પાલીતાણા તાલુકામાં અભ્યમ ટીમની તાત્કાલિક કાર્યવાહીથી મહિલાનું જીવન બચાવાયું
કુશળ કાઉન્સેલિંગથી પીડિતાને આશા મળી – પરિવારને માર્ગદર્શન અપાયું
181 મહિલા હેલ્પ લાઇન 24 કલાક અને 7 દિવસ કરી રહી છે મહિલાઓને ન્યાય મળી રહે એ માટે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે તાજેતરમાં જ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં એક મહિલાનો જીવ બચવવા નું સરહનીય કામ અભ્યમ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે
181 ટીમને 112 જનરક્ષક હેલ્પલાઇન માંથી કોલ ટ્રાન્સફર કરવામાં આવેલ કે એક મહિલા આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે આથી 181 મહિલા હેલ્પલાઇન કાઉન્સેલિંગ માટે મોકલી આપવામાં આવેલ હતા. પીડિતા પાસે ઘટના સ્થળ પર પહોંચી પીડિતાનું પ્રાથમિક કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે પીડિતા થોડા માનસિક રીતે તૂટી ગયા છે તેમને એવું લાગે છે કે તેમના નિર્ણયો કોઈ મહત્વના નથી પીડિતાનું જીવવું નકામું છે.
પીડિતા બેનના કુશળ કાઉન્સેલિંગ દ્વારા પિડીતાને આત્મહત્યાના વિચારો ના કરવા સમજાવેલ તેમજ કાઉન્સેલિંગ દરમ્યાન પીડિતા એ પોતાના પરિવાર વિશે જણાવેલ પીડિતાની માનસિક સ્થતિ સારી જાણતી ના હોઈ પરિવારને બોલાવી પીડિતાને અને પરીવારને સોંપવામાં આવેલ હતી. આમ, પીડિતાના પતિ તથા પરીવારનું કાઉન્સેલિંગ દ્વારા પીડિતાની માનસિક સ્થિતિ વિશે જાણવા મળેલ કે તેઓની દવા ચાલુ છે. આથી ઘરેથી ઘણી વાર નીકળી જાય છે પરીવારને તથા પતિને પીડિતાની સારસંભાળ રાખવા અને પીડિતાની લાગણીનું ધ્યાન રાખવા સમજાવેલ અને આમ, પાલીતાણા અભ્યમ ટીમે પીડિતાનું જીવન બચાવેલ હતું.

