Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauસુરતSuccess Story

સુરતના ‘સશક્ત નારી મેળા’માં સખી મંડળોને રૂ.૯.૨૫ લાખની આવક: ત્રણ દિવસીય મેળાથી સખી મંડળની બહેનોને મળ્યું પ્રોત્સાહન

3 દિવસના 'સશક્ત નારી મેળા'માં ૯.૨૫ લાખથી વધુનું વેચાણ, લોકોએ હોંશે હોંશે ખરીદી કરી

સુરતShare on WhatsApp
સુરતના ‘સશક્ત નારી મેળા’માં સખી મંડળોને રૂ.૯.૨૫ લાખની આવક: ત્રણ દિવસીય મેળાથી સખી મંડળની બહેનોને મળ્યું પ્રોત્સાહન
Download image

આત્મનિર્ભર ભારત: સ્વદેશી અપનાવો અભિયાન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા એસ.એમ.સી. ગ્રાઉન્ડ, અઠવા પાર્ટી પ્લોટ(ઉમરા) ખાતે ‘સશક્ત નારી મેળો’ યોજાયો હતો. રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્રણ દિવસીય મેળાથી સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળ્યું છે. સશક્ત નારી મેળા’માં સખી મંડળોને રૂ.૯.૨૫ લાખથી વધુની આવક મેળવી હતી. 
              વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન તેમજ ‘વોકલ ફોર લોકલ’ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વ્યાપક પ્રતિસાદ મળતા ત્રણ જ દિવસમાં ૧૦૦ જેટલા સ્ટોલ ધારકોને કુલ રૂપિયા ૯.૨૫ લાખથી વધુની આવક થતા આ સશક્ત નારી મેળો ખરા અર્થમાં સખી મંડળની બહેનો માટે સાર્થક પૂરવાર થયો હતો.
               આ મેળામાં હસ્તકલા, ખાદ્ય પદાર્થ, વન ઔષધિ, કૃષિ, હેન્ડ પેઈન્ટિંગ, હેન્ડ વર્ક, મડ વર્ક, આરી વર્ક, જરી વર્ક, જ્વેલરી, અથાણા, વાંસની કલાત્મક વસ્તુઓ, મિલેટ, હર્બલ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ, ગ્રોસરી, મરી-મસાલા, ફોરેસ્ટ હની, વાંસનું ફર્નિચર, હેન્ડીક્રાફ્ટસ, ખેતીવાડી, બાગાયત સહિત સખી મંડળના સ્ટોલ્સમાંથી ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનોએ ખરીદી કરી મહિલા કારીગરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.

આ મેળાથી મહિલા સશક્તિકરણની નેમ સાથે મહિલાઓને સાચા અર્થમાં રોજગારી મળતા સખી મંડળની બહેનોની લખપતિ દીદીની સફર શરૂ થઈ હતી. સખી મંડળની બહેનોને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિએ સ્વદેશી વસ્તુનું વધુને વધુ વેચાણ થાય તે અર્થે સશક્ત નારી મેળામાં ખરીદી કરી હતી. આ સાથે વિવિધ ખાતાના અધિકારી અને કર્મચારીઓએ પણ ખરીદી કરી મહિલાઓનો ઉત્સાહ વધારી મહિલા સશક્તિકરણ સાથે વોકલ ફોર લોકલનો સંદેશ આપ્યો હતો.
-00-