Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ

પાટણના સ્ટાર્ટઅપે VR એજ્યુકેશનમાં રચ્યો વિશ્વસ્તરીય માઇલસ્ટોન

પાટણShare on WhatsApp
સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
Download image

2017માં ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત મળેલા પ્રારંભિક ફંડથી પાટણમાં  વિજય ઠક્કર અને તેમના પાર્ટનર મેહુલ પટેલે એક નવી દિશામાં વિચાર કર્યો — વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત એજ્યુકેશન. આ ફંડનો ઉપયોગ કરીને તેમણે સંશોધન અને વિકાસ શરૂ કર્યો અને શિક્ષણને અનુભવ આધારિત બનાવવાની દિશામાં કામ કર્યું. શરૂઆતનો આ સહારો નાનો હતો, પરંતુ નવી ટેકનોલોજી વિકસાવવા માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયો.

આગળ જતાં સ્ટાર્ટઅપ સંપૂર્ણ રીતે સેલ્ફ-સસ્ટેન બની અને વર્ચ્યુઅલ રિયાલિટી માટે વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ કન્ટેન્ટ લાઇબ્રેરી વિકસાવી. આજે દેશભરની સ્કૂલોમાં VR લેબ સ્થાપિત કરવામાં આવી રહી છે, જ્યારે હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગ માટે સિક્સ-ડોફ XR/VR ટેકનોલોજી દ્વારા મશીન વિના સિમ્યુલેશન આધારિત પ્રેક્ટિકલ્સ શક્ય બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ માટે મશીનો અને પ્લાન્ટના ડિજિટલ ટ્વીન્સ પણ તૈયાર કરવામાં આવે છે.

આ ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠા બેઠા વિજ્ઞાનના પ્રયોગો કરી શકે છે, અંતરિક્ષ કે દરિયાની સફર કરી શકે છે અને વિશ્વના કોઈપણ ખૂણાનો અનુભવ મેળવી શકે છે. આજે આ સ્ટાર્ટઅપ ભારતના લગભગ તમામ રાજ્યોમાં તેમજ વિદેશના 15થી વધુ દેશોમાં એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યું છે. શરૂઆતમાં ગુજરાત સરકાર તરફથી મળેલા ફંડ અને વિશ્વાસ બદલ આ સ્ટાર્ટઅપ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.