સાંતલપુર તાલુકામાં પ્રાકૃતિક ખેતી પર જિલ્લા અંદર તાલીમ: માનપુરા મોડલ ફાર્મ ખાતે ખેડૂતોને માર્ગદર્શન
તા. ૦૮/૧૨/૨૦૨૫ – આત્મા કચેરી, પાટણ દ્વારા સાંતલપુર તાલુકાના માનપુરા ગામ ખાતે સ્થિત મોડલ ફાર્મ – માનપુર પર જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, રવિ પાકોની પદ્ધતિ, ખેડૂતલક્ષી યોજનાઓ અને એફ.આઈ.જી. ગ્રુપ રચના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત વંદનાબેન ડામોર (બી.ટી.એમ., સાંતલપુર) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે પ્રાકૃતિક ખેતીનાં આયામો, તેની પદ્ધતિઓ અને ઉત્પાદનમાં થતા ગુણાત્મક ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપીને ખેડૂતોને પરંપરાગત કૃષિથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કર્યા હતા.
નરેશ ચૌધરી (એ.ટી.એમ., સાંતલપુર) દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ, જમીનનાં આરોગ્યનું સંરક્ષણ તથા ખર્ચમાં થતા ઘટાડા વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ રોહિતભાઈ જાસકિયા વિસ્તરણ અધિકારીએ રવિ પાકોની નવીન ખેતી પદ્ધતિઓ, પાક પ્રમાણે સંભાળ અને ઉત્પાદનક્ષમતા વધારવાના ઉપાયો રજૂ કર્યા.
**કિરીટભાઈ ગ્રામ સેવકએ વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ, સહાયપાત્રતા અને લાભ મેળવવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આત્મા યોજનાના વિવિધ ઘટકો, નવા Farmer Interest Group (FIG) બનાવવાની રીત, તેની જરૂરિયાત અને તેના ફાયદા વિશેપણ વંદનાબેન ડામોર (બી.ટી.એમ.) દ્વારા સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન કિરણભાઈ ચૌધરી (C.R.P.) એ ખેડૂત તરીકેનાં પોતાના અનુભવો શેર કરી પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવાયેલા સકારાત્મક પરિણામો વિશે ચર્ચા કરી હતી. સાથે સાથે પ્રગતિશીલ ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીનાં સફળ આયામો વિષે વિગતવાર માર્ગદર્શન આપી અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.અંતમાં ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ-કેન્દ્રિત નિરાકરણ કરવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ચિરાગભાઈ, સાંતલપુરના આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર નરેશ ચૌધરી, તથા બ્લોક ટેક્નોલોજી મેનેજર વંદનાબેન ડામોર દ્વારા અસરકારક રીતે કરવામાં આવ્યું.
આ તાલીમ દ્વારા સાંતલપુર તેમજ આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિકાસ, નવીન કૃષિ પદ્ધતિઓ અને સરકારની યોજનાઓ વિષે મહત્વપૂર્ણ જ્ઞાન મળ્યું છે, જે ભવિષ્યમાં તેમનાં ઉત્પાદન અને આવકમાં વધારો કરશે.

