Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauપાટણSuccess Story

ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદીમાં ઉત્તમ ભાવ: પાટણ જિલ્લાના ખેડૂતે વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર

સરકારે ઉત્તમ ભાવ આપ્યો, જેના કારણે રાજ્યમાં ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થયો: ખેડૂત પેથાભાઈ જેહાભાઈ રબારી

પાટણShare on WhatsApp
ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદીમાં ઉત્તમ ભાવ: પાટણ જિલ્લાના ખેડૂતે વ્યક્ત કર્યો હૃદયપૂર્વક આભાર
Download image

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણયને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાધનપુર તાલુકાના નાનાપુરા ગામના ખેડૂત શ્રી પેથાભાઈ જેહાભાઈ રબારીએ મગફળીની ખરીદીના ઉત્તમ ભાવ બદલ રાજ્ય સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

શ્રી પેથાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે ખેડૂતો ઉપર મોટી કૃપા કરીને મગફળીની ખરીદીનો જે નિર્ણય લીધો તે અભિનંદનીય છે. વરસાદને કારણે અમારી મગફળીના પાકને થોડું નુકસાન થયું હતું. તેમ છતાં સરકારે ઉત્તમ ભાવ આપ્યો, જેના કારણે લાખો ખેડૂતોને ખૂબ મોટો આર્થિક ફાયદો થયો છે.”

તેમણે ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકારની સમયસરની ખરીદી અને યોગ્ય વળતરની નીતિને કારણે ખેડૂતોને પાકનું યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે, જે આવકમાં વધારો કરવા અને નુકસાનની ભરપાઈ કરવામાં મહત્વનો આધાર પુરો પાડે છે.

રાજ્ય સરકારની આ ખેડૂતલક્ષી નીતિએ ખેડૂતોમાં વિશ્વાસ વધાર્યો છે અને કૃષિ ક્ષેત્રના સર્વાગી વિકાસની દિશામાં એક સકારાત્મક પગલું સાબિત થયું છે.