Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauસુરતSuccess Story

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૮ વર્ષીય બ્રેઈનડેડ અક્ષય વિલાસ પાટીલના અંગદાનથી ત્રણને મળશે નવજીવન

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૮ વર્ષીય બ્રેઈનડેડ અક્ષય વિલાસ પાટીલના લીવર, બે કિડનીનું દાન: નવી સિવિલ હોસ્પિટલ થકી ૮૪મું સફળ અંગદાન: ; મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમના પાટીલ પરિવાર અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન

સુરતShare on WhatsApp
નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૮ વર્ષીય બ્રેઈનડેડ અક્ષય વિલાસ પાટીલના અંગદાનથી ત્રણને મળશે નવજીવન
Download image

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૪મું સફળ અંગદાન થયું છે. મૂળ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમના વતની ૨૮ વર્ષીય બ્રેઈનડેડ અક્ષય વિલાસ પાટીલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું છે. જેનાથકી ત્રણ જરૂરતમંદોને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહિમના માહિમ ગાંવજેપાડા ખાતે રહેતા હતા. તા.૧૪મી નવેમ્બરના રોજ રાત્રે ૦૮:૦૦ વાગ્યે પાલઘર બાઇક લઇને ગયા હતા. નજીકનાં ગામનાં મેઇન રોડ પર બાઇક સ્લીપ થવાથી પડી ગયા હતા. ગામના સ્થાનિકોએ ૧૦૮ બોલાવી માહિમ સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાથી પ્રાઈવેટ હોસ્પિટલમાં લઇ ગયા અને વધુ ગંભીર હાલત હોવાથી હાજર તબીબોએના જણાવ્યા મુજબ વલસાડ હોસ્પિટલમાં લઈ ગયા હતા. માથામાં ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમની હાલત ગંભીર જણાતાં ICUમાં ખસેડવામાં આવ્યા હતા. તા.૨૨મી નવેમ્બરના રોજ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક (આર.એમ.ઓ) ઇકબાલ કડીવાલા (ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઉપાધ્યક્ષ) સ્વ. અક્ષયના માતા અને પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં સહમતિ આપી હતી. સ્વ. અક્ષય પાટીલના માતા ગુલાબ વિલાસ પાટીલ અને ભાઈઓ વિપુલ વિલાસ પાટીલ, વિરાજ વિલાસ પાટીલ, પ્રફુલ વિલાસ પાટીલ સહિત પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે, દુ:ખના આ ક્ષણે વિચાર સાંત્વના આપે છે કે, અમારા પ્રિયજનનું જીવન હવે અન્યના શરીરમાં ધબકશે. તેમનો અંશ કોઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાવશે. બ્રેઈનડેડ સ્વ. અક્ષય વિલાસ પાટીલના લીવર અને બે કિડની એપોલો હોસ્પિટલ, ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી અત્યાર સુધી કુલ ૮૪ સફળ અંગદાન થઈ ચૂક્યાં છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે. -૦૦-