Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભરૂચSuccess Story

*ધોરણ ૧માં અભ્યાસ કરતા મહંમદ માટે આયુષ્માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ : બરોડા હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરાયું ઓપરેશન*

ભરૂચShare on WhatsApp

     સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આયુષ્માન કાર્ડ યોજના આશીર્વાદરૂપ બની રહી છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારના ખર્ચની આ યોજનાથી સમાજના આવા વર્ગોનું આર્થિક ભારણ ખૂબ જ ઓછું થયું છે. આ યોજના હેઠળ સરકારી અને સરકારે નક્કી કરેલ હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

  ભરૂચ શહેરના આલી દિગીવાડ ખાતે રહેતા અને ધોરણ ૧માં અભ્યાસ કરતા મોહમ્મદ અબરાર મલેક ઓપરેશન બરોડા હાર્ટ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.   

      મહંમદને ઘણા સમયથી પેટમાં અસહ્ય દુખાવાની તકલીફ રહેતી હતી. પેટમાં દુખાવાની ફરિયાદ સાથે પેશાબમાં બળતરાની તકલીફ વધી જતા તેમણે તેના સારવાર માટે  માટે તેઓએ બરોડા હાર્ટ હોસ્પિટલ ભરૂચ ખાતે ડો. દર્શન શાહ પાસે ચેક-અપ તપાસ કરાવતા તેઓ  9 એમ.એમની પથરી હોવાનું નિદાન થયું. જરૂરી તપાસણી કર્યા બાદ ડોક્ટર દ્વારા દર્દીની પ્રાથમિક સારવાર કરી હતી. આયુષ્યમાન યોજના અંતર્ગત તજજ્ઞ ટીમ દ્વારા જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેઓને સારવાર આપ્યા બાદ સારું થતા હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી.

       બાળકના માતા શબીનાબાનુંએ જણાવ્યું હતું કે, સરકારની આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સારવાર મળતા આ યોજના મારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. બાળકની સારવાર બાદ તેની તકલીફ દૂર થતા ખુશીના આંસુ સાથે ફરજ પરના તમામ સ્ટાફ અને ગુજરાત સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

****