Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ભાવનગર એસ. ટી. વિભાગનું ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૧૬ વિભાગોની સરખામણીએ આવકમાં પ્રથમ સ્થાન

૧૨૫ ડેપોની આવકની સમીક્ષામા ભાવનગર વિભાગના બરવાળા, ભાવનગર, ગઢડા, મહુવા અને તળાજા ડેપોનો સમાવેશ

ભાવનગરShare on WhatsApp

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા નિગમના ૧૬ વિભાગો તેમજ ૧૨૫  ડેપોના તા.૦૧/૦૪/૨૪ થી ૩૧/૦૭/૨૪ સુધીના સમય ગાળાની તુલના એ તા. ૦૧/૦૪/૨૫ થી ૩૧/૦૭/૨૫ સુધીના સંચાલનના પરિણામોની તુલનાત્મક સમીક્ષા હાથ ધરવામાં આવેલ હતી જેમા ભાવનગર વિભાગ અને વિભાગના ડેપોના ઉત્કૃષ્ટ પરીણામો રહ્યા છે.

મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ નિગમના ૧૬ વિભાગો પૈકી નિગમના ગત વર્ષ ના ઉપરોકત સમયગાળાની સરખામણી એ ચાલુ વર્ષ મા આવકમા સૌથી વધુ સુધારો પ્રાપ્ત કરેલ કુલ ૦૫ (પાંચ) વિભાગોની પસંદગી કરાયેલ જે પૈકી ભાવનગર વિભાગે (૧૧.૨૩ % મુજબ) રૂા.૫,૧૯,૩૫,૮૮૬/- (પાંચ કરોડ ઓગણીસ લાખ પાત્રિસ હજાર આઠસો છયાસી) વધુ આવક પ્રાપ્ત કરી સમગ્ર નિગમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 

મધ્યસ્થ કચેરીના દ્વારા નિગમના કુલ ૧૨૫ ડેપોની આવક અંગેની સમીક્ષા હાથ ધરતા વિશ્લેષણ મુજબ નિગમમા ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણી એ ચાલુ વર્ષ મા આવકમા નો સુધારો પ્રાપ્ત કરેલ કુલ ૧૦ (દસ) ડેપો ની પસંદગી કરાયેલ જેમા ભાવનગર વિભાગના ૦૫ (પાંચ) ડેપો જેવા કે બરવાળા, ભાવનગર, ગઢડા, મહુવા અને તળાજા ડેપો નો સમાવેશ થવા પામેલ છે.

મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ નિગમ ના ૧૬ વિભાગો પૈકી નિગમ ના ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણી એ ચાલુ વર્ષ મા પ્રતિ કી.મી. દીઠ આવકમા સૌથી વધુ સુધારો પ્રાપ્ત કરેલ એવા કુલ ૦૫ (પાંચ) વિભાગો ની પસંદગી કરાયેલ જેમા ભાવનગર વિભાગે પ્રતિ કી.મી. દીઠ આવકમા પણ નોંધપાત્ર સુધારો મેળવી સમગ્ર નિગમ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. 

મધ્યસ્થ કચેરીના દ્વારા નિગમના કુલ ૧૨૫ ડેપોની પ્રતિ કી.મી. દીઠ આવક અંગે ની સમિક્ષા હાથ ધરતા વિશ્લેષણ મુજબ નિગમમા ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણી એ ચાલુ વર્ષમા પ્રતિ કી.મી. દીઠ આવકમા સૌથી વધુ સુધારો પ્રાપ્ત કરેલ કુલ ૧૦ (દસ) ડેપોની પસંદગી કરાયેલ જેમા ભાવનગર વિભાગ ના ૦૨(બે) ડેપો જેવા કે બરવાળા,અને ભાવનગર ડેપો સમાવેશ થવા પામેલ છે

આ ઉપરાંત ઓનલાઈન રીઝર્વેશન ના માધ્યમ થી પણ ગત વર્ષ ની સરખામણી એ ૫૩,૨૪૧ વધુ સીટો બુક થવા પામેલ જેના કારણે રીઝર્વેશનની આવક મા રૂા. ૨,૪૧,૨૬,૦૦૦/- (બે કરોડ એકતાલીસ લાખ છવીસ હજાર) ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે.  

ભાવનગરના વિભાગીય નિયામક શ્રી આર. ડી. પીલવાઈકર દ્વારા વિભાગ અને ડેપો દ્વારા પ્રાપ્ત કરેલ સુધારાત્મક પરિણામો માટે અને સમગ્ર નિગમમા વિભાગનુ નામ રોશન કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપેલ અને આગામી સમયમા પણ સુચારૂ અને પ્રજાભિમુખ સંચાલન કરી ભાવનગર વિભાગ નિગમમા સદાય આગવુ સ્થાન પ્રાપ્ત કરે તે દીશામા સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કરેલ છે.