Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

ભાવનગર જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ. ની પ્રોડક્ટ ભાવેણા નેચરલ બ્રાન્ડથી વેચાણ કરવા એમ.ઓ.યુ. કરાયા

ભાવનગરShare on WhatsApp
ભાવનગર જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ. ની પ્રોડક્ટ ભાવેણા નેચરલ બ્રાન્ડથી વેચાણ કરવા એમ.ઓ.યુ. કરાયા
Download image

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ એફ.પી.ઓ. ના જિલ્લા ની ભાવેણા નેચરલ કોમન બ્રાન્ડ માટે એમ. ઓ. યુ.  કરવામાં આવ્યા હતા.  

ખાસ કરી ને ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને જિલ્લાની એક બ્રાન્ડ થી વેચાણ થાય એ હેતુ થી જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ.ની કોમન બ્રાન્ડ ભાવેણા નેચરલ બ્રાન્ડ થી વેચાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
 
જિલ્લા કલેક્ટર કચેરી ભાવનગર ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના ગૌ સત્વ એફ.પી.ઓ., શેત્રુજી એસ.પી.એન.એફ.  એફ.પી.ઓ. અને બી.યુ.વી.ડી.વી.એસ., એસ.પી.એન.એફ. એફ.પી.ઓ. ઉપરોક્ત ત્રણ એફ.પી.ઓ. માટે  જિલ્લાના એફ.પી.ઓ. ના પ્રાકૃતિક ખેતી કરતા સભાસદ અને જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્કેટિંગ પ્લેટફોર્મ મળે એ હેતુ જિલ્લાના ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ. જિલ્લાની કોમન બ્રાન્ડથી વેચાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.  

આ ત્રણ પ્રાકૃતિક એફ.પી.ઓ.ના ક્લસ્ટર બેઇઝ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ રાજકોટ અને ઈમ્પ્લીમેન્ટ એજન્સી  ગુજરાત પ્રકૃતિક અને સાયન્સ યુનિવર્સિટી, હાલોલ છે  

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ખેતી અધિકારી શ્રી મહમદ રિઝવાન, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી જે. એન. પરમાર, કૃષિ વૈજ્ઞાનિક શ્રી. એસ. વાળા, કે.વી.કે. સણોસરા, ડી.ડી.એમ. નાબાર્ડ, નાયબ ખેતી નિયામક શ્રી એમ. બી. વઘામશી, નાયબ બાગાયત નિયામક શ્રી, નાયબ પશુપાલન નિયામક શ્રી બારૈયા તથા  સમગ્ર પ્રાકૃતિક કૃષિ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.