Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

પ્રાકૃતિક કૃષિમાં બાગાયતી અને ક્ષેત્રિય પાકોમાં વાપ્સા વ્યવસ્થાપનનું મહત્વ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં વાપ્સા વ્યવસ્થાપન કરવામાં આવે તો છોડની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારા થાય

ભાવનગરShare on WhatsApp

ગુજરાતના મહેનતુ ખેડૂતો કૃષિ ક્ષેત્રે આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવી પાક ઉત્પાદનમાં મબલખ વધારો કરી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સક્રિય પ્રયાસો અને માર્ગદર્શનમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા અભિયાન ઉપાડ્યું છે જેના પરિણામે સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે ત્યારે પ્રાકૃતિક કૃષિમાં બાગાયતી અને ક્ષેત્રિય પાકોમાં વાપ્સા વ્યવસ્થાપનનું ખુબ મહત્વ છે.જેની જાણકારી મેળવીએ.
 
બાગાયતી પાકોમાં વાપ્સા વ્યવસ્થાપન: 

બાગાયતી પાકોમાં બપોરના સમયે જેટલાં વિસ્તારમાં વૃક્ષનો છાંયો પડે તેટલા વિસ્તારમાં તેના મૂળનો ઘેરાવો હોવાથી બપોરના સમયે પડતા છાંયડાથી છ ઇંચ દુર નીક બનાવી તેમાં પાણી આપવું જોઇએ. વચ્ચેના ભાગમાં માટી ચડાવી તે ભાગને આચ્છાદનથી ઢાંકી દેવો જોઇએ. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં આ પ્રકારે વાપ્સા વ્યવસ્થાપન કરવામાં આવે તો છોડની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારા થાય છે.

ક્ષેત્રિય પાકોમાં વાપ્સા વ્યવસ્થાપન:

પાણીના ધોરિયા અને ક્યારાની પાળી ઉપર ઉગેલા પાકની વૃદ્ધિ અને વિકાસ અન્ય પાક કરતા વધારે સારા જોવા મળે છે. કારણ કે ત્યાં ભેજ અને હવાનું સંતુલન જળવાય છે અને તેના કારણે છોડ જમીનમાંથી મહત્તમ પોષક તત્ત્વો ગ્રહણ કરી શકે છે. આથી આવી વ્યવસ્થા સમગ્ર ખેતરમાં થવી જરૂરી છે, તે માટે ગાદી ક્યારા પદ્ધતિ અપનાવવી જોઈએ. જમીનનો ઢાળ, પાકનો પ્રકાર વગેરે બાબતો ધ્યાને લઇ ગાદી ક્યારાની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવી જોઇએ. આ ગાદી ક્યારા ઉપર પાકનું વાવેતર કરવું જોઇએ અને બે ગાદી ક્યારાની વચ્ચે નીકમાં પાણી આપવું જોઈએ. આવું થવાથી છોડને જરૂરિયાત મુજબનું પાણી મળશે અને હવા તથા ભેજનું પણ સંતુલન જળવાશે. ટપક પિયત પદ્ધતિમાં આ જ સિદ્ધાંત કામ કરે છે. આથી આ પદ્ધતિમાં પાણીની બચત થાય છે અને ઓછા પાણીએ વધુ સારો પાક લઈ શકાય છે.