Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભાવનગરSuccess Story

શાકભાજી ઉપર જીવામૃતનો સ્પ્રે છંટકાવ તેમજ જીવાત અને રોગ નિવારણના પગલાંઓ

ભાવનગરShare on WhatsApp

પ્રાકૃતિક શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્વોથી  ભરપૂર હોય છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી શાકભાજીમાં ખર્ચો નામ માત્ર થાય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક શાકભાજી ઉત્તમ છે ત્યારે જીવામૃતનો શાકભાજી ઉપર ઉપયોગ કેવી રીતે કરવો તથા પ્રતિ એક એકર શાકભાજી ઉપર જીવામૃતના સ્પ્રેનો છંટકાવ કરી જીવાત અને રોગને નિવારવા માટે પ્રાકૃતિક ધોરણે નિમાસ્ત્ર, બ્રમાસ્ત્ર અંગેની વિગતવાર જાણકારી મેળવીએ. 

પ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતનો ઉપયોગ

* રોપ રોપ્યા બાદ તુરંત એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણી સાથે આપો.

* જ્યાં સુધી ઉત્પાદન ચાલુ રહે ત્યાં સુધી મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવાત પાણીની સાથે આપો.

* શાકભાજીના ઉત્પાદનમાં લગભગ ૬ વખત પાણી સાથે જીવામૃત દેવાની જરૂર પડતી હોય છે. પરંતુ જો પાક પીળો પડે તો ૧૦ ટકા જીવામૃતનો સ્પ્રે કરો.

પ્રતિ એકર શાકભાજી ઉપર જીવામૃતનો સ્પ્રે છંટકાવ

પ્રથમ સ્પ્રે: વાવેતર બાદ એક મહિના બાદ પ લીટર જીવામૃતની સાથે ૧૦૦ લીટર પાણીનો સ્પ્રે છંટકાવ કરવો.

* બીજો સ્પ્રે: પહેલા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૭.૫ લીટર જીવામૃતની સાથે ૧૦૦ લીટર પાણીનો સ્પ્રે કરવો.

* ત્રીજો સ્પ્રે: બીજા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૧૦ લીટર જીવામૃત ૧૫૦ લીટર પાણી ભેળવીને સ્પ્રે કરવો.

* ચોથો સ્પ્રે: ત્રીજા સ્પ્રે ના ૨૧ દિવસ પછી, ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો.

* પાંચમો સ્પ્રે: ચોથા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૩ લીટર ખાટી છાશને ૧૦૦ લીટર પાણી સાથે ભેળવીને સ્પ્રે કરવો. અથવા ૨૦૦ લિટર સપ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરો.

* છઠો સ્પ્રે: પાંચમા સ્પ્રે પછી ૨૧ દિવસ પછી, ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરવો.

પ્રાકૃતિક રીતથી જીવાત અને રોગનું નિવારણના પગલાઓ:
 
શાકભાજી ઉપર કોઈ પણ જીવાત લાગે ત્યારે આપણે નીચે લખેલી દવાઓનો પ્રયોગ કરવો જોઈએ. જેમાં રસ ચૂસતી જીવાત: રસ ચૂસવાવાળી જીવાત માટે નિમાસ્ત્રનો પ્રયોગ કરો.

લીમડાના તેલનો પણ પ્રયોગ કરી શકો છો.૧૫૦૦ પીપીએમ લીમડાના તેલની ૨ મિ.લી. પ્રતિ લીટર પાણીની માત્રાએ સ્પ્રે કરો.

ઈયળ (સુંઢી) : ૩ લીટર બ્રહ્માસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવીને એક એકરમાં કરો.

થડ અને ફળ વેધક કીડા તથા ઇયળ: ૩ લીટર અગ્નિઅસ્ત્રને ૧૦૦ લીટર પાણીમાં ભેળવી ૧ એકર પાકમાં સ્પ્રે કરો.

ફુગ (ફંગસ) રોગ ફુગ (ફંગસ) તથા વાયરસથી થતા રોગો માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી ભેળવી સ્પ્રે કરો. છાશ ૩-૪ દિવસ જૂની હોવી જોઈએ.