સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એનાં ફૂલો, પાંદડા અને ફળો પણ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક
રાસાયણિક ખેતીને લીધે કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગોના નિદાન માટે સારવાર પાછળ અઢળક રૂપિયા ખર્ચ થાય છે. ત્યારે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે.
સરગવો અમૃત છે
આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે.એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.
ફળ,ફૂલ અને પાન ગુણકારી
સ્વાદ અને પોષણથી ભરપૂર સરગવો માત્ર હેલ્ધી ફૂડ નથી, પરંતુ એનાં ફૂલો, પાંદડા અને ફળો પણ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે.
સરગવો ખાવાના છે અઢળક ફાયદા
•રોગપ્રતિકારક શક્તિ વધે છે
•પથરી બહાર કાઢે છે
•કોલેસ્ટેરોલ ઓછું કરે છે
•બ્લડપ્રેશર સામાન્ય રાખે છે
•પાચન સુધારે છે
•દાંતને પોલાણથી બચાવે છે.
•પેટની સમસ્યામાં રાહત મળે છે.
•લિવરને સ્વસ્થ રાખવામાં અસરકારક
અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા ઘરનાં આંગણે, ખેતરે અથવા ખુલ્લી જગ્યાઓમાં જો સરગવો વાવીએ તો તેના અઢળક ફાયદાઓ થાય છે. સરગવો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
