Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauતાપીSuccess StoryCM

તાપી જિલ્લાને લઈને મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય: બે ગામોમાં આરોગ્ય કેન્દ્ર માટે જમીનની ફાળવણી

વ્યારાના મગરકુઈ અને સોનગઢના ભરાડદા ખાતે આરોગ્ય કેન્દ્ર માટે પ૦૦ ચો.મી. જમીનની ફાળવણી

તાપીShare on WhatsApp
તાપી જિલ્લાને લઈને મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય: બે ગામોમાં આરોગ્ય કેન્દ્ર માટે જમીનની ફાળવણી
Download image

રાજ્યના કોઈપણ નાગરિક આરોગ્યની સેવાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે તાપી જિલ્લામાં આરોગ્યની સેવાઓ સુદ્રઢ બને તે માટે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ ખાતે અને સોનગઢના ભરાડદા ખાતે એમ બંને જગ્યાએ આરોગ્ય કેન્દ્ર માટે ૫૦૦- પ૦૦ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે. નોંધનિય છે કે, મગરકુઈ ગામને હાલ છીંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા હેઠળ આવરી લેવામાં આવ્યું છે. અહીં આયુષ્માન આરોગ્ય મંદિરનું જુનું બિલ્ડિંગ કાર્યરત છે, જે અત્યંત જૂનું થઈ ગયેલ હોવાથી નવા આધુનિક આયુષ્માન આરોગ્ય મંદિર માટે જમીનની જરૂરિયાત અંગેની દરખાસ્ત આરોગ્ય વિભાગ દ્વારા સરકારશ્રીમાં રજૂ કરાઈ હતી. જેને હવે પ૦૦ ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે હવે મગરકુઇ ખાતે નવું આરોગ્ય કેન્દ્ર ઉભુ થશે ત્યારે અહિના લોકોને વધુ સજ્જ અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. મગરકુઈ આરોગ્ય કેન્દ્ર બનવાથી મગરકુઇ,પાનવાડી સહિત જેતવાડી ગામ મળી કુલ ૬૫૦૦ જેટલા નાગરિકોને આરોગ્ય સુવિધાનો લાભ મળશે. તેવી જ રીતે સોનગઢ તાલુકાના ભરાડદા ગામના નાગરિકો હાલમાં વિર્થવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સેવા મેળવે છે. નવા આરોગ્ય કેન્દ્ર માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી જમીનની માંગણી સરકારશ્રીમાં કરાઈ હતી, જેને હવે મંજૂરી આપી ૫૦૦ ચો.મી. જમીન ફાળવાઈ છે. આ આરોગ્ય કેંન્દ્ર બનવાથી આરોગ્ય કેન્દ્રથી ભરાડદા ગામ સહિત સેલઝર,ધનમૌલી,કણજી ગામો કુલ ૨૮૨૦ લોકોને પણ સારવાર માટે એક મજબૂત આધુનિક વ્યવસ્થા મળશે. આમ વ્યારાના મગરકુઈ અને સોનગઢના ભરાડદા ખાતે આગામી દિવસોમાં આરોગ્ય કેન્દ્રનું નિર્માણ શરૂ થવાની કાર્યવાહી હાથ ધરાશે. જેનાથી અંદાજિત ૯ હજારથી વધુ નાગરિકોને તાત્કાલિક આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે મળી રહેશે. તેમજ ગર્ભવતી મહિલાઓ, બાળ દર્દીઓ, વયસ્કો તથા આયુષ્માન ભારતની વિવિધ યોજનાઓનો સીધો લાભ આ કેન્દ્રોમાંથી સરળતાથી મળી શકશે. તેમજ આજુબાજુના વિસ્તારોના લોકોને પણ વધુ અસરકારક રીતે આરોગ્ય સેવાઓ મળી રહેશે.