Gujarat Real-Estate Bulletin
Gujarat Information
Gujarat Information BureauભરૂચSuccess Story

સ્વપ્ન પણ જોયું નહોતું કે, હું પાક્કુ મકાન બનાવીશ પરંતુ 'પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાથી હવે અમારું પાકું ઘર થયું - લાભાર્થી શંકર મણીલાલ કોટવાળિયા

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન

ભરૂચShare on WhatsApp
સ્વપ્ન પણ જોયું નહોતું કે, હું પાક્કુ મકાન બનાવીશ પરંતુ 'પ્રધાનમંત્રી જનમન આવાસ યોજનાથી હવે અમારું પાકું ઘર થયું - લાભાર્થી શંકર મણીલાલ કોટવાળિયા
Download image

દેશના નાનામાં નાના અને છેવાડાના માણસને જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત દેશનાં વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા – નિર્દેશ તળે 'જ્યાં નાગરિક ત્યાં સુવિધા'નાં મંત્રને ચરિતાર્થ કરવા રાજ્યસરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના વિકાસ માટે શહેરીજનથી લઈ છેવાડાના માનવી માટેની રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. વંચિતોને પણ વિકાસની અગ્રીમ હરોળમાં લાવી શકાય તે માટે કોલધા, કાથોડી, કોટવાળીયા, પઢાર તેમજ સિદ્દી જેવી આદિમજૂથની જાતિઓના લાભાર્થે ખૂટતી સુવિધાઓ પૂરી કરવા માટે ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંર્તગત, નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામમાં કોટવાળિયા જાતિના નાનકડા કુંટુંબમાં થયેલા નાનકડા સફળ પ્રયાસથી જનમનમાં આવેલા સામાજિક, લાગણીસભર પરિવર્તનની વાત આપણે કરીએ... માનવમાત્રનું સ્વપ્ન પોતાનું મનપસંદ અને સુવિધાયુક્ત ઘર બનાવવાનું હોય છે. છેવાડાના અંતરિયાળ વિસ્તારના નાગરિકો રોજનું રોજ કમાઈને જીવનનિર્વાહ ચલાવે છે, તેમના માટે શિયાળા, ઉનાળા, ચોમાસામાં કાચી છત નીચે રહેવું કઠિન છે. આખા દિવસનો શ્રમ કરી સાંજે ઘરે આવીને માણસ હાશકારો અનુભવતો હોય છે. આ હાશકારાની અને હૂંફની લાગણી પીરસી રહી છે આપણી સંવેદનશીલ સરકાર. પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના એ માત્ર જરૂરિયાતમંદ લોકોને ઘર જ પૂરું નથી પાડતી, પરંતુ તેમની આખી જિંદગીના સંઘર્ષના તડકાને ઘરના ઘરનો છાંયડો આપવાની સાથે જીવનના સારા-નરસા પ્રસંગો અને ઘરની દીવાલની હૂંફ મનુષ્યના હૃદય સુધી પહોંચાડે છે. 'ઘર' અને 'મકાન' એક જેવા લાગતા બે શબ્દો જુદી લાગણીઓ વ્યક્ત કરે છે. મકાન શબ્દ સાથે કદાચ સુરક્ષાનો ભાવ જોડાયેલો હોય પરંતુ ઘરની સાથે પરિવાર, લાગણી, હૂંફ જેવા ખૂબ અંગત સંવેદનો જોડાયેલા છે. ભરૂચ જિલ્લાના આદિજાતિના કોટવાળિયા પરિવારે પોતાના પાકા 'ઘર'માં જવાની સુખદ અનુભવની પ્રતીતિ કરી. શંકરભાઈનું કહેવું છે કે, અમે સ્વપ્ન પણ જોયું નહોતું કે અમારું પાકુ મકાન હોય, પણ 'પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના'માંથી પહેલા હપ્તામાં રૂ. ૫૦,૦૦૦/- મળ્યા ત્યારબાદ બીજા અને ત્રીજા હપ્તાની સહાય મળી કુલ રૂ. ૨,૦૦,૦૦૦/-ની સહાય મળી. જેના આધારે અમે અમારું પોતાનું પાક્કું મકાન બનાવ્યુ છે. અમારા જેવા ગરીબ લોકોને પાકું ઘર બનાવવામાં સરકાર ખૂબ - ખૂબ મદદ કરી રહી છે. આ યોજનાના આવા અમલ બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું. અમારા જેવા તમામ લોકોને "પહેલા અમારું ઘર કાચું મકાન હતું. 'પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના'માંથી વડે અમારું પાકું ઘર થયું. હવે અમે પાકા ઘરમાં ખુશાલીથી નિવાસ કરીએ છીએ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આભાર માનીએ છીએ." શંકરભાઈ કોટવાળિયાએ આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી.