ગુણવત્તાયુક્ત આહારમાં ખાદ્ય સુરક્ષા ન હોય તો એ કચરા સમાન છે.
ખાદ્ય સુરક્ષા માનવ સ્વાસ્થ્ય અને આર્થિક સુખાકારીના માધ્યમથી ટકાઉ વિકાસમાં મહત્વ ધરાવે છે - નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ, સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે કટીબધ્ધ નવસારી જિલ્લા ફૂડ વિભાગ - નવસારી જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા ૨૮૪૯ ટેસ્ટીંગ, ૧૮૩ એવરેનેશ અને ટ્રેનીંગ-૧૬૬ યોજવામાં આવી
વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે દર વર્ષે ૦૭મી જૂને ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ખોરાકથી થતા જોખમોને રોકવા, શોધવા, તેનું સંચાલન કરવા અને ખાદ્ય સુરક્ષા, માનવ સ્વાસ્થ્ય, આર્થિક સુખાકારી, કૃષિ, બજાર ઍક્સેસ, પ્રવાસન અને ટકાઉ વિકાસમાં યોગદાન આપવા તરફ ધ્યાન દોરવાનો છે.
કાચામાલના ઉત્પાદન થી લઇ ગ્રાહકના ટેબલ સુધી ખોરાક પહોચાડતા દરેક વેચાણકર્તાએ ધ્યાને લેવાની બાબત
પોષણ અને ફૂડ સેફટી એક કળી સમાન છે. ગુણવત્તા યુક્ત આહારમાં ખાદ્ય સુરક્ષા ન હોય તો એ કચરા સમાન છે. અસુરક્ષિત ખોરાક રોગ અને કુપોષણના ચક્રમા નાગરિકને ફસાવી દે છે. જેના કારણે રોગ ઘર કરી જાય છે. રોગના કારણે આર્થીક સંકળામણમાં નાગરિક ફસાઇ છે. જેના કારણે અનાજ પકવવા, ખોરાક બનાવવા અને વેચાણ કરવામા ઉર્જા,સમય અને મૂળીનો વ્યય થાય છે.
આ ઉપરાંત એક નાગરિક ઉપર પડતો નાણાકિય બોજ પરિવાર ઉપર આવે છે. એક પરિવારનો બોજ જિલ્લા, રાજ્ય અને દેશને નુકશાન પહોચાડે છે. જેથી ખાદ્ય સુરક્ષા માનવ સ્વાસ્થ્ય અને આર્થિક સુખાકારીના માધ્યમથી સમગ્ર દેશના ટકાઉ વિકાસમાં કેટલુ મહત્વ ધરાવે છે તે સમજી શકો છો. કાચામાલના ઉત્પાદન થી લઇ ગ્રાહકના ટેબલ સુધી ખોરાક પહોચાડતા દરેક વેચાણકર્તાએ આ બાબતને ચોક્કસ ધ્યાને લેવી જોઇએ.
ileName=27flupjhuootXbM✤P2ENlaSyKtRDV1jfgAzBEI03FVKk7bGVzkes0tYIt508kbESNEtGZ5Q0WrJUMQkQGsmJL✤xxRSPHxiwY✤RzV8GMZmySKYDtet0Q1MLvyvQUBhDALjl2KNwvcL✿HeKXb5WWy10g♬♬" width="624" height="416"/>
દરેક નાગરિકને શુદ્ધ, સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે અને પ્રજાને આરોગ્યપ્રદ ખાધ્યચીજ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા દરેક જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમનતંત્ર ફૂડ વિભાગ કાર્યરત છે. ફૂડ સેફટી કમિશ્નરશ્રી,ગાંધીગનરના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની પ્રજાને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે નવસારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમનતંત્ર ફૂડ વિભાગ સતત કાર્યરત છે.
નવસારી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જુલાઇ-૨૦૨૪ થી આજદિન સુધી વિવિધ સ્થળોએ ફુડ સેફ્ટીના દરોડા પાડવા સહિત જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમનતંત્ર (ફૂડ વિભાગ), નવસારી દ્વારા જુદા-જુદા તહેવારો અને પ્રસંગોપાત ડ્રાઇવનું આયોજન કરી ચકાસણી કરવામાં આવી છે.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને ફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસરશ્રી દિલિપ નાયકના નેતૃત્વ હેઠળ નવસારી જિલ્લાના તમામ મામલતદારશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,નવસારી, ડેઝીગ્નેટેડ ઓફિસર,નવસારી, ન્યુટ્રીશન, નવસારી અને ફૂડ સેફટી ઓફિસરો સાથે મળી સંયુકત રીતે ખાધ્યચીજની ગુણવતા બાબતે જુદા-જુદા તાલુકામાં ઔચીંતી તપાસ સમયાંતરે કરવામાં આવે છે. જેમાં ફૂડ સેફટી ઓન વાન મારફતે નવસારી જિલ્લાના જુદા-જુદા વિસ્તારો અને તાલુકાઓમાં ટેસ્ટીંગ-૨૮૪૯ એવરેનેશ-૧૮૩ અને ટ્રેનીંગ-૧૬૬ની કામગીરી કરવામાં આવી છે.
બોક્ષ-
ઉનાળાની ઋતુને અનુસાર વિવિધ ચિજ વસ્તુઓની ચકાસણી માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
a) ફરાળી ખોરાક અન્વયેની ડ્રાઇવના નમુનાની સંખ્યા-૨૦
b) દૂધ અને દૂધની બનાવટ અન્વયેની ડ્રાઇવના નમુનાની સંખ્યા-૬૮
c) પાનમસાલા અને સ્વીટ સોપારીના નમૂના લેવાની ડ્રાઇવ-૦૮
d) દૂધ અને દૂધની બનાવટના નમુનાની સંખ્યા-૨૯
e) મીઠો માવો અને બરફી લેવામાં આવેલ નમુનાની સંખ્યા -૨૮
f) બેકરી પ્રોડક્ટના લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૨૫
g) ખાધ્યતેલના લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૨૮
h) પનીરના લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૧૬
i) ડ્રાઇફૂટના લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૨૦
j) ઘીના નમુનાની લેવામાં આવેલ સંખ્યા-૨૮
k) દૂધના માવાની લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૧૪
l) સ્વીટ અને નમકીન ફરસાણના લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૪૨
m)ઓર્ગેનીકના લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૨૧
n) ઉત્તરાયણ નિમિતે લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૪૯
o) શ્રમિક અન્નપૂર્ણ અંતર્ગત લેવામાં આવેલ નમુનાની સંખ્યા-૩૨
ઉનાળાની ઋતુને ધ્યાને લઇ આ કચેરીના ફૂડ સેફટી ઓફિસર દ્વારા નવસારી જીલ્લા ખાતે કેરીનું વેચાણ કરતા તમામ એકમોની ઓચિંતી તપાસ કરી નમૂના લઈ સીઝ કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
કચેરી દ્વારા ઉનાળા નિમિતે બરફનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખાધ્યબરફનું ઉત્પાદન કરતા કુલ-૧૧ એકમોની તપાસ કરી કુલ-૧૮ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ અન્ય ખાદ્યચીજના પણ નમુના લેવામાં આવેલ હતા. ચકાસણી દરમિયાન જે ઉત્પાદન એકમોમાં અખાધ્ય બરફનું ઉત્પાદન થતુ હોય તે અકમોને લેખીતમાં સુચના આપી Indigo Carmine of Brilliant Blue કલર ફરજીયાત ઉમેરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાઇવેટ એકમો ઉપર જ નહિં પરંતુ સરકારી એકમોની પણ ચકાસણી હાથ ધરવામાં આવે છે
-
આ ઉપરાંત કચેરી દ્વારા પ્રાઇવેટ એકમો ઉપર જ નહિં પરંતુ સરકારી એકમો ઉપર પણ ફૂડ સેફટી એવરેનેશ હાથ ધરવામાં આવે છે. ફૂડ સેફટી ઓફિસરો તેમજ FSW વાન અન્ય સ્ટાફ દ્વારા આંગણવાડીઓ ખાતે કુલ-૩૫ કેમ્પનું આયોજન કરી ૧૧૫૦ રજીસ્ટ્રેશન તેમજ ફૂડ સેફટી એવરેનેશનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને પિરસ્વામાં આવતા ખાધ્યચીજોના કુલ-૨૨૭ નમુનાઓ, પ્રાથમિક શાળા તેમજ કમ્યુનિટી કિચન નાયક ફાઉન્ડેશનની પણ અવરનવર તપાસ કરવામાં આવી હતી.
કચેરી દ્વારા જ્યારે અલગ-અલગ જ્ગ્યાઓ ઉપર ઓચીંતી તપાસ કરવામાં આવે છે ત્યારે આ તપાસના નમુનાઓની ચકાસણી કરતા ટેસ્ટમા ફેઇલ થતા નમુનાઓને સીઝ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આમ, ખોરાક અને ઔષધ નિયમનતત્ર,નવસારી જાહેર જનતાની સુખાકારી માટે સતત કાર્યરત છે.
૦૦૦૦૦૦૦




