Gujarat Real-Estate Bulletin
Gujrera
Gujarat Information Bureauમોરબી

માહિતી મોરબી: ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી: એ.પી.એમ.સી. મોરબી ખાતે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ અને મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠીઓને સન્માનિત કરાયા

મોરબી7 viewsShare on WhatsApp
Download original image

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વ અન્વયે મોરબી એ.પી.એમ.સી.ખાતે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન અને સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને વિશાળ જનમેદનીએ રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે દેશની એકતા અને અખંડિતતાના શપથ લીધા હતા.

 

આ ઉપરાંત, સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મોરબી જિલ્લાના પ્રગતિશીલ વ્યક્તિત્વો તથા અગ્રણીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

 

સર્વે ઉપસ્થિતોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.

 

એકતા દિવસના કાર્યક્રમમાં મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, ડેપ્યુટી મેયરશ્રી ચિરાગ રાણપરા, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોરબીના નગરજનોએ ઉપસ્થિત રહી લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલને અંજલિ અર્પણ કરી હતી.