આજે નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રીશ્રી તથા ડભોઇ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી ‘એકતા યાત્રા’મા સહભાગી થશે
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વડોદરા જિલ્લાના વિવિધ ગામો, નગરપાલિકા તથા મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે
વડોદરા,તા.૩૦: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વડોદરા જિલ્લામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પ્રોત્સાહન આપવા જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા પોલીસ વડાના સંકલનથી વડોદરા જિલ્લાના વિવિધ ગામો, નગરપાલિકા તથા મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમા આજે તા.૩૧-૧૦-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૦૭.૦૦ કલાકે જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ અને ‘એકતા યાત્રા’ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં યોજાશે. આ કાર્યક્રમની સાથે સાથે ડભોઇ તાલુકા ખાતે પણ ૦૭.૦૦ કલાકે એકતા યાત્રા યોજાશે. જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ સહભાગી થશે.
ઉલ્લેખનીય છે કે,વડોદરા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બન્ને કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરી દેવામાં આવી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લામાં વિવિધ સ્થળે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમા જાહેર જનતાને સહભાગી થવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
વૈશાલી પરમાર 0000000000000000000
