મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીની શુભેચ્છા મૂલાકાત
આગામી એપ્રીલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટનું મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવ્યું
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.
હરિયાણાના મુખ્યમંત્રીશ્રી તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ હેપનીંગ હરિયાણા 2.O ઈન્વેસ્ટ ઈન હરિયાણા, ઈન્વેસ્ટ ઈન ધ ફ્યુચર અંતર્ગત સુરત અને અમદાવાદ-ગાંધીનગરમાં બિઝનેસ લિડર્સ સાથે મિટીંગ યોજવાના છે.
શ્રી નાયબસિંહ સૈનીએ બુધવારે બપોરે સુરતથી ગાંધીનગર આવ્યા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આગામી એપ્રીલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
હરિયાણા સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી રાવ નરબિરસિંહ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ શુભેચ્છા મુલાકાતમાં જોડાયા હતા.


